આભાર વિશાલભાઇ,
સૌ પ્રથમ તમારો આભાર માની હું આગળ વધીશ…તમે ખૂબ જ સુંદર કામ ક્ય્રુ છે, મારા જેવા નવોદિત મિત્રો કે જેને આજના આ નેટ જગતમાં કૈક કહેવા માટે આટલા સરળ,અલગ, ઝડપી અને અસરકારક મંચની જરુર હતી, છેલ્લા બે માસના સતત પ્રયાસ પછી પણ હું સફળ થયો નહોતો…સરવાળે મારો એક સવારે ” દિવ્ય ભાસ્કર ” નો શ્રી હિમાંશુ કિકાણીનો લેખ મારે કામ આવ્યો ( himanshu.kikani@gmail.com ) તેમ્ણે જણાવ્યા પ્રમાણે હું તમારા સુધી પહોંચી શક્યો ! અને મારા આશ્ચર્ય વચ્ચે તમે કલમ અને કોમ્યુટર નવો ચીલો ચાતરી ર્મારું કામ ખૂબ સરળ કરી આપ્યું! તમે “ચુપચાપ” પ્રશંસનીય કામ કરી રહ્યા છો,ક્યાંય કશોય ઉહાપોહ નહિ!.. એક ગુજરાતી તરીકે માત્ર હું જ નહિ અમે સૌ ગુજરાતી તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. અમે તમારી સાથે જ રહીશું…તમારા તમામ સ્વપ્નો સાકાર થાય અને તમે ગુજરાત-ભારતનું નામ રોશન કરો એવી દિલી શુભેચ્છા…ફરી એકવાર તમારો, શ્રી હિમાંશુભાઈનો આભાર માનું છું.

કમલેશ પટેલ